(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | ઉડતા ગુજરાત?
આપણા રાજ્યના અંકલેશ્વરમાંથી પકડાયું છે 5 હજાર કરોડનું કોકેઈન. એટલે કે ડ્રગ્સ. દિલ્લી પોલીસે ગુજરાતની એટલે કે ભરૂચ જિલ્લાની પોલીસને સાથે રાખી અંકલેશ્વર GIDCની આવકાર ડ્રગ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેકટરી ઉપર છાપેમારી કરી. અને ત્યાંથી 518 કિલો નશાકારક સામાન પકડ્યો. અશ્વિન રામાણી બ્રિજેશ કોઠિયા અને વિજય ભેસાણિયા નામના કંપનીના 3 ડિરેક્ટરો અને 2 કેમિસ્ટોની દિલ્લી પોલીસે ધરપકડ કરી છે. આ તમામ પાંચ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજુ કરી 3 દિવસના ટ્રાન્જિસ્ટ રિમાન્ડ પર દિલ્લી લઈ જવાયા છે. વાત એમ છે કે, 1 ઓક્ટોબરે દિલ્હી પોલીસે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામની વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી 562 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ પછી 10 ઓક્ટોબરે તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી 208 કિલો કોકેન મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યારસુધીમાં કુલ 1289 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળ્યો છે, જેની કુલ કિંમત 13,000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો, આ નશીલા પદાર્થને દિવાળી અને નવા વર્ષમાં દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતનાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો હતો, પરંતુ આ પહેલાં તપાસ એજન્સીઓએ આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.