Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?
સુરતમાં અસામાજીક તત્વો એટલા બેફામ બન્યા છે કે હવે તો તેમણે કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો....વહેલી સવારે પાંચ વાગ્યે ને 28 મિનિટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો....અજાણ્યા શખસે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી...સાથે સાથે રેલવેટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા....જો કે રાત્રે પસાર થતી ટ્રેનના લોકો પાયલોટનું ધ્યાન જતા મોટી દુર્ઘટના ટળી...તેમણે કીમ રેલવે સ્ટેશન અને કોસંબા સ્ટેશને જાણ કરી...અધિકારીઓએ રેલવ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો...બાદમાં નવી ફિશ પ્લેટ લગાવી રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી....જિલ્લા પોલીસ વડા બાદ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા....રેલવે વિભાગની ટીમે હાલ ટીખળખોરો સુધી પહોંચવા માટે ડોગ-સ્ક્વોડની મદદ લીધી છે....ATS અને NIAએ પણ કીમ ઘટનામાં ઇનપુટ મેળવી રહી છે....






















