Hun To Bolish: હું તો બોલીશ : રફતારનો રાક્ષસ
Hun To Bolish: હું તો બોલીશ : રફતારનો નશેડી રાક્ષસ
આપ જે વ્યક્તિના દ્રશ્યો જોઈ રહ્યા છો તે આપણી વચ્ચે નથી રહ્યા...આ નીતિનભાઈ વીલર તો બીચારા એ વ્યક્તિ છે કે જે પુણ્યનું કામ કરવા નીકળ્યા હતા...પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થયો હોવાથી નીતિનભાઈ સવારે ગાયને રોટલી અને પક્ષીઓને ચણ નાખવા માટે નીકળ્યા હતા...મુળ ગોંડલના અને છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના સુકન હાઈટ્સમાં રહેતા નીતિનભાઈના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે....
તો બીજા આ બેન પણ આપણી વચ્ચે નથી રહ્યા...આ 56 વર્ષના હંસાબેન ઉદ્યોગભવનમાં નોકરી કરે છે...દરરોજની જેમ આજે પણ હંસાબેન વાઘેલા પોતાની એક્ટિવા પર નોકરીએ જવા નીકળ્યા હતા...હંસાબેનના પતિનું વર્ષ 2004માં નિધન થયું હતું.. પોતે વર્ષ 2005-06થી ઉદ્યોગભવનમાં નોકરી કરતા હતા.. તેમના પરિવારમાં બે પુત્ર છે....
તો ત્રણ લોકો કામિનીબેન ઓઝા, બિપીનભાઈ ઓઝા અને મયુર જોશી નામના વ્યક્તિ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે....
આ બધુ કોના પાપે થયું...તો પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ રફતારના રાક્ષસના કારણે...આ રાક્ષસનું નામ છે હિતેશ પટેલ....ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ હિતેશ પટેલે પાંચ પાંચ લોકોને કચડ્યા છે....આ પહેલીવાર નથી અગાઉ પણ ગાંધીનગર ખ રોડ પર બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા...જેમાં બાઈક પર પાછળ બેઠેલા વ્યક્તિનું મૃત્યુ થયું હતું....
પણ આજે જે આ રાક્ષસે કર્યું તે ખૌફનાક છે....સીસીટીવીમાં કેદ રફતારના કહેર આપ જુઓ...ગાંધીનગરના રાંદેસણમાં સવારે પોણા અગિયારની આસપાસ હિતેશે આતંક મચાવ્યો...GJ-18-EE 7887 નંબરની ટાટા સફારી લઈને નીકળેલો આ રફતારનો રાક્ષસ જે પણ સામે આવ્યું તેને રમકડાની જેમ ઉડાવતો ગયો...કાર એટલી ફૂલ સ્પીડમાં હતી કે બોનટ પર એક નિર્દોષ લટકતો રહ્યો તેમ છતાં હિતેશ અટક્યો નહીં....અકસ્માતની ભયાનકતા આપ આ દ્રશ્યો પરથી સમજી શકો છો....વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે....
આરોપી હિતેશ પટેલ અકસ્માતની ત્રણ મિનિટ પહેલા રાયસણના પ્રિન્સ પેટ્રોલ પમ્પ પર યુરિયા નાખવા પહોંચ્યો હતો...પેટ્રોલ પમ્પ પર યુરિયા ન હોવા છતા પાંચ મિનિટ સુધી આરોપી હિતેશ પટેલ ત્યાં જ ઉભો રહ્યો.. પેટ્રોલ પમ્પના ત્રણ જેટલા કર્મચારીઓ સાથે વારાફરતી હિતેશ પટેલે વાત કરી અને બાદમાં સવારે 10.37 વાગ્યે તે પેટ્રોલ પમ્પથી રવાના થઈ ગયો...ત્યારબાદની પાંચ મીનિટમાં ફૂલ સ્પીડે ગાડી ચલાવી લોકોને અડફેટે લીધા...
રફ્તારના રાક્ષસ હિતેશ પટેલે કરેલા અકસ્માત બાદ હાજર લોકોમાં પણ જોરદાર રોષ જોવા મળ્યો.. પાંચ પાંચ જિંદગીઓને કચડીને જેવી હિતેશ પટેલની કાર રોકાઈ કે રોષે ભરાયેલા સ્થાનિકો તેના પર તુટી પડ્યા.. હાજર લોકોએ મેથીપાક ચખાડીને હિતેશને પોલીસને હવાલે કર્યો.. પોલીસે પણ આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવીને અલગ અલગ કમલો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે....
હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામમાં રહે છે....જ્યારે તેનો પરિવાર ગાંધીનગર સેક્ટર પાંચમાં રહે છે....તેના પિતા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા છે અને હાલ નિવૃત જીવન જીવી રહ્યા છે....પુત્રની ખરાબ આદતના કારણે પરિવારે પણ તેની સાથે દુરી બનાવી લીધી છે....હિતેશ ઘરમાં પણ વાંરવાર રૂપિયાની માંગણી કરતો હતો...તેની કરતૂતોથી તેનો પરિવાર પણ ત્રસ્ત છે....રફ્તારના રાક્ષસ હિતેશ પટેલ વિરૂદ્ધ અડાલજ અને મુંબઈમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે...ભૂતકાળમાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં પોલીસ સાથે તકરાર કરી હતી.. ચાની કિટલી પર પણ મારામારી કરવાનો હિતેશ પટેલ પર આરોપ છે....એટલું જ નહીં..આ હિતેશ પટેલ ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો પણ સોદાગર હોવાનો આરોપ છે.... PDPU રોડથી રાંદેસણ વિસ્તાર સુધીના વિસ્તારમાં નશાનો સપ્લાય કરતો હોવાનો આરોપ છે....આખો દિવસ નશો કરી ફરતો હોવાનો પણ આરોપ છે...





















