Hun To Bolish : હું તો બોલીશ : પાણીના જગમાં ઝોલ
ભર ઉનાળે લોકો ઠંડા પાણીના જગ મંગાવતા હોય છે. પણ જો તમે ઠંડા પાણીના જગ કોઈ પ્રસંગ માટે અથવા તો ઘરે માટે મંગાવતા હોય તો ચેતી જજો. કારણ કે, રાજકોટમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજકોટ આરોગ્ય વિભાગે પાણીના જગના વિક્રેતાઓને ત્યા તપાસ કરી હતી. શહેરના અલગ અલગ 49 વિક્રેતાઓને ત્યા તપાસ કરવામાં આવી. જેમાંથી 39 સ્થળ પર અંતોષકારક પરિણામ આવ્યું. 49 માંથી 44 જેટલા નમૂનામાં બેક્ટેરિયાની હાજરી મળી છે.ત્રણ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ એક્સેલેન્ટ આવ્યા. બે સ્થળે રિપોર્ટ સેટીસફેક્ટરી અને પાંચ સ્થળે ઇન્ટરમીડીયેટ રીઝલ્ટ આવ્યા છે. આ તમામ નમૂના પીડીયુ મેડિકલ કોલેજ માઈક્રો બાયોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. સાત દિવસમાં યુનિટ બંધ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી હતી.. જેમાં ચાસુ વર્ષે 127 પાણીના અનફિટ સેમ્પલ આવ્યા છે. ગત મહિનામાં જ 26 સેમ્પલ અનફિટ આવ્યા છે.





















