Hun To Bolish : હું તો બોલીશ : સત્તાનો નશો?
સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ. જેમનો મૂળી તાલુકાના ગઢડા ગામે ધાર્મિક પ્રસંગના જાહેર કાર્યક્રમમાં અફીણના નશાને પ્રોત્સાહન આપતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, 200 નહીં પણ 500 બંધાણીઓ એમ કહેને કે, આપણા જિલ્લામાં એકપણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો અમને લાયસન્સ ન મળે તો.". આવો સાંભળી લઈએ પહેલા તેમનું નિવેદન.
ધારાસભ્ય ખુદ વ્યસનને પ્રોત્સાહન આપતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ વિવાદ સર્જાયો.. જો કે વિવાદ વકરતા ધારાસભ્ય શામજી ચૌહાણે પોતાને બદનામ કરવાનું હિતશત્રુનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે, 12થી 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં પોશડોડાના લાયસન્સ હતા. પોશડોડાના લાયસન્સ રદ થયાની લોકોની ફરિયાદ હતી. .મે રજૂઆત સાંભળી લોકોને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી..




















