Hun to Bolish | હું તો બોલીશ | સોસાયટીઓને પ્રમુખ-મંત્રી જ લગાવે છે ચૂનો?
અમદાવાદના ગોતા વિસ્તારની વીર સાવરકર હાઈટ્સ. જ્યાં રહેતાં રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. કારણ છે. બિલ ન ભરતાં 4 તારીખે પાણીના બોરનું કનેક્શન કાપી દેવું. વીર સાવરકર હાઈટ્સ સોસાયટીમાં 19 બ્લોક છે. જેમાં 8 હજાર લોકો રહે છે. પાણીના બોરનું 70 લાખનું વીજ બિલ બાકી હતું. જેને લઈ 4 તારીખે કનેક્શન કાપી નખાયું. જો કે, બાદમાં 35 લાખની ભરપાઈ કરી દેવાઈ. પણ હજુ પાણીની પારાયણ યથાવત છે. રહીશોના મતે, ચાર મહિના પહેલાં સોસાયટીના તત્કાલિન ચેરમેન અને કમિટીના સભ્યોએ સોસાયટીના 15 કરોડ ભંડોળમાંથી પાંચ-છ કરોડની ઉચાપત કરી. બાદમાં અમિતા આચાર્ય સોસાયટીના ચેરમેન બન્યા. 35 લાખ હોવા છતાં પણ તેમને બિલ ન ભરતાં કનેક્શન કાપી દેવાયું છે. રહીશોએ તેમનું રાજીનામું માગતા તેઓ મહેસાણા જતાં રહ્યા. રહીશોનું કહેવું છે કે, સોસાયટીના 19 બ્લોકમાંથી 7 બ્લોકના રહીશો જ મેન્ટેનન્સ ભરે છે. બાકીના ભરતા નથી. જેને લઈ આખી સોસાયટીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.