Hun to Bolish | હું તો બોલીશ | ભાજપમાં થપ્પડકાંડ
ભાજપ શાસિત ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં થઈ છુટાહાથની મારામારી. વિકાસના કામોના રિટેન્ડરિંગનો વિવાદ એવો તે વકર્યો કે, લોકોએ કોર્પોરેટરના પતિને ફડાકા ઝીંકી દીધા..સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ટોળાએ ટપલીદાવ કર્યો. વિકાસ કામોના રિ-ટેન્ડરિંગ માટે પાલિકામાં બેઠક મળી હતી..આ સમયે ટોળું પાલિકા કચેરીમાં ધસી આવ્યું. પહેલા તો ટોળાએ માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો. બાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે જવાબ મંગાયો કે, શા માટે તેમણે રિટેન્ડરિંગ માગ્યું...મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા લોકોએ કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ દિનેશ રાવળને લાફી ઝીંકી દીધો. બાદમાં ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ટપલીદાવ કર્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે આરોપ લગાવ્યો કે, મારામારી કરનારા ધારાસભ્યના માણસો છે. ધારાસભ્યએ જ પોતાના માણસોને મોકલ્યા. જો, ધારાસભ્યની દાદાગીરી બંધ નહીં થાય તો અમે રાજીનામું આપી દઈશું..