Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકી
સુરતમાં RTIના નામે ખંડણી વસૂલતા કથિત પત્રકારોનો પર્દાફાશ થયો છે. સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, તેમના મત વિસ્તારમાં કેટલાક લોકો કહેવાતા પત્રકારો બનીને ઉપરાંત સંસ્થાઓના નેજા હેઠળ RTI કાયદાની મદદથી સુરત કોર્પોરેશનમાંથી અલગ અલગ બાંધકામોની માહિતી માંગી બિલ્ડરો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ એક્શનમાં આવી અને 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 14 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર 7 લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ શાકિબ ઝરીવાલા બિલ્ડરોને ધમકી આપતો હતો. તેની પત્ની સુરત મહાનગરપાલિકામાં કામ કરતી હોવાથી બાંધકામ તોડાવવાની ધમકી આપતો એટલું જ નહીં આરોપની પત્નીએ પણ બિલ્ડરને ધમકી આપી હતી. રૂબિના બાંધકામના નકશા પોતાના પતિ અને તેના ભાઈને આપતી હતી. અને ટુકડે ટુકડે 50 હજાર રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. પોલીસે આરોપી શાકિબ જરીવાલા, તેની પત્ની રૂબિના વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે...એટલું જ નહીં ફિરોઝ શેખ, રમેશ જાંગીડ, સચિન પટેલ સહિતના આરોપી વિરુદ્ધ 3 ગુનો નોંધ્યા છે.





















