Hun To Bolish | હું તો બોલીશ | વાવમાં રાજકીય વાવાઝોડુ
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક. જેમાં જામશે ત્રિપાંખિયો જંગ. પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલને મનાવવા ભાજપે ખૂબ કર્યા પ્રયાસ. પરંતુ માવજીભાઈ ન માન્યા. તે ન જ માન્યા..માવજીભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા છે ચૂંટણીજંગમાં. ચૂંટણી પંચે તેમને બેટનું નિશાન ફાળવ્યું છે..એવામાં હવે વાવના ત્રિપાંખિયા જંગમાં માવજીભાઈની ફટકાબાજી જોવા મળશે.. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો હતો છેલ્લો દિવસ. આજે ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું...હવે ભાજપ-કૉંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો લડશે વાવ બેઠક પરથી ચૂંટણી. ભાજપના સ્વરૂપજી ઠાકોર. કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ રહેશે. આજે ભૂરાજી ઠાકોર અને જામાભાઈ ચૌધરી સહિતના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી. ભાજપથી નારાજ થઈ જામાભાઈ ચૌધરીએ કરી હતી અપક્ષ ઉમેદવારી. જામાભાઈ ચૌધરી સૂઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી છે. જો કે, સમાજના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી.