Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ગંભીર ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આલ્ફા સંકુલમાં ચાલતા એક મોટા 'ડમી કોચિંગ અને સ્કૂલિંગ' નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે.
શિક્ષણ વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ સંકુલમાં રહીને નવોદય અને સૈનિક શાળાની તૈયારી કરતા રાજ્યના 31 શહેરોની શાળાઓના 697 વિદ્યાર્થીઓ અહીં ડમી તરીકે ભણતા હોવાનો સળગતો ઘટસ્ફોટ થયો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે.
રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં શિક્ષણના નામે કેટલો મોટો ખેલ ચાલે છે તેનો ABP અસ્મિતાએ ફરી એકવાર પર્દાફાશ કરવા પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં અલગ અલગ શાળાઓમાં અનેક ટ્યુશન સંસ્થાઓની ગોઠવણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશના નામે ધુપ્પલ ચલાવવામાં આવે છે. સૌથી પહેલા ABP અસ્મિતા સંવાદદાતાએ મણિનગર સ્થિત કે.કે.શાહ સ્કૂલ ખાતે તપાસવા પ્રયાસ કર્યો. અહીં શાળાના એડમીન મહિલા કર્મચારીએ શાળા અને કોચિંગ કલાસીસ વચ્ચે ચાલતી સીધી ગોઠવણનો સ્વીકાર કર્યો છે જુઓ આખો સંવાદ...
શિક્ષણના નામે ચાલતી હાટડીઓ કેવી રીતે ધમધમી રહી છે. તેનો પર્દાફાશ કરવા ABP અસ્મિતાની ટીમ સીજી રોડ વિસ્તારની નિર્માણ હાઈસ્કૂલ ખાતે પણ તપાસ કરી જ્યાં શાળાના પ્રિન્સિપલ સાથે તેમણે ડમી વિદ્યાર્થી અંગે ચર્ચા કરી વધુ એક પર્દાફાશ કર્યો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની સંખ્યા માં વધારો થયો છે. કેટલાક મોટા ટ્યુશન ક્લાસીસો જેવા કે એલન ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીઓ ડમી તરીકે મળતા હોય તેવી માહિતી મળી હતી. જેથી એબીપી અસ્મિતાએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પણ ડમી કલ્ચર અંગે સ્વીકાર્યુ હતું તે પણ સાંભળી લઈએ.
20 જૂનના રોજ માત્ર કાગળ પર શાળામાં દાખલ કરી નિયમિત હાજરી ન અપાવતી ત્રણ ડમી સ્કૂલોને નોટિસ અપાઈ હતી.... ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અમદાવાદની ત્રણ શાળાઓમાં અચાનક તપાસ કરી હતી.... ગુજરાત બોર્ડના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી હોવાનું સામે આવ્યું હતું... આ ત્રણ શાળા છે સાયન્સ સિટી વિસ્તારની એસ.એસ. ડિવાઇન સ્કૂલ..... નરોડાની ડિવાઇન સ્કૂલ અને શાળા સંચાલક મંડળના અધ્યક્ષ AK ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલય..... આ ત્રણેય સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી જોવા મળી હતી... આ ત્રણેય સ્કૂલોને કારણ દર્શક નોટિસ ફટકારાઈ હતી... બોર્ડે શાળાઓને પૂછ્યું કે તેમની માન્યતા કેમ રદ ન કરવામાં આવે.. કારણ કે દાખલ વિદ્યાર્થીઓ અને વાસ્તવિક હાજરી વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો... ગત વર્ષે CBSEએ પણ ગુજરાતની 14 શાળાઓની માન્યતા રદ કરી હતી, જેમાં અમદાવાદની 4 શાળાઓ સામેલ હતી... ગુજરાત બોર્ડે પણ ડમી સ્કૂલિંગ સામે સીધી કાર્યવાહી શરૂ કરી છે.






















