હું તો બોલીશઃ શ્રમિકોના જીવનની કોઈ કિંમત નહીં
સુરતના હજીરામાં આવેલ AMNS પ્લાન્ટમાં મોટી દુર્ઘટના થઈ હતી. પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડતા વિનોદ પાસવાન નામના 45 વર્ષીય એક કામદારનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા. ઘટનાની જાણ થતા પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્રેન તુટી પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ થઈ રહી છે.
15 સપ્ટેમ્બરે મહેસાણા જિલ્લાના મંડાલી ગામે કાળજુ કંપાવનારી ઘટના બની હતી. રોડ મશીનરી બનાવતી ફેબહિંદ નામની કંપનીમાં હાઈડ્રા ક્રેનને ધક્કો મારતા સમયે ક્રેનનું બુમ હેવી વીજલાઈનને અડી ગયું. જેને કારણે વીજ કરંટ લાગતા બેના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત 6 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વીજ કરંટ લાગતા એક બાદ એક આઠ લોકો નીચે પટકાયા હતા. કરંટ લાગતા ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંતો અભિમન્યૂનું મૃત્યુ થયું જ્યારે દિપક ચૌધરી, મિતરંજન ચૌહાણ, રાહુલ પટેલ, રાહુલ ચૌહણ, સનૌજ રાજભર અને બિકીસિંહ ચૌધરી નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.





















