ઉત્તરપ્રદેશમાં જંગલરાજ,મેરઠમાં ધોળા દિવસે મા-પુત્રીની ગોળી મારી હત્યા, જુઓ CCTV
મેરઠઃ ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ કંન્ટ્રોલ થવાના નામ પર સતત એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યા છે છતાં પણ ગુનાઓ ઘટવાનું નામ લઇ રહ્યા નથી. મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિની હત્યાની સાક્ષી એક મહિલા અને તેના પુત્રને ધોળા દિવસે ગોળીઓથી વિધિં નાખવામાં આવ્યા હતા. આ હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. શ્વાસ થંભાવી દે દેવી આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. ગુરુવારે મા-દીકરો કોર્ટમાં સાક્ષી આપવા જવાના હતા. આરોપીઓએ હત્યા અગાઉ તેમને મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસના મતે મેરઠના ગામ સોરખા નિવાસી નરેન્દ્ર સિંહની ઓક્ટોબર 2015મા જમીન વિવાદને કારણે હત્યા કરવામાં આવી હતી. આ મામલે નરેન્દ્રના ભત્રીજાએ ગામના શ્યોબીર અને તેના ભાઇ માંગેરામ સહિત અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શ્યોબીરને જેલમાં ધકેલવામાં આવ્યો હતો જ્યારે માંગેરામ અને અન્ય આરોપીઓને પોલીસ પકડી શકી નહોતી.
નરેન્દ્રની હત્યા મામલે તેની પત્ની નિછત્તર અને પુત્ર બલવિંદર ઉર્ફ ભોલુ જુબાની આપવા કોર્ટ જવાના હતા પરંતુ તે અગાઉ બંન્નેની હત્યા કરી દેવામાં આવી હતી. સીસીટીવીમાં જોઇ શકાય છે કે નિછત્તર પર ત્રણ હત્યારાઓએ ફાયરિંગ કર્યું હતું. મૃતલ બલવિંદર સમાજવાદી પાર્ટીનો સક્રીય કાર્યકર હતો.