Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા લોકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત
અમદાવાદમાં આજે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી હતી અને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. તેમણે ઘાયલ મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા બે ફોન નંબર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.


















