Ahmedabad Plane Crash News: પ્લેન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડીંગ તબાહ | Abp Asmita
Ahmedabad Plane Crash News: પ્લેન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડીંગ તબાહ | Abp Asmita
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.ર્ઘટના સર્જાતા વિમાનનો કાટમાળ 300થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો. એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. અતુલ્યમ હોસ્પિટલની 1, 2, 3 અને 4 બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે.





















