Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના નિધનથી અમારા માટે અત્યંત મોટી ખોટ: C.R.Patil
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. ગુરુવારે (12 જૂન) આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું. વિજય રૂપાણી તેમના દિકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સીઆર પાટીલે કહ્યું કે તેઓ તેમના પરિવારને મળવા જઈ રહ્યા હતા, તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા. ભગવાન તેમના આત્માને પણ શાંતિ આપે.
પત્ની અને પુત્ર વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની લંડનથી અને પુત્ર અમેરિકાથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા.















