Ahmedabad Rain Updates | અમદાવાદમાં આજે ફરી તૂટી પડ્યો વરસાદ | Rain News | 22-8-2024
લાંબા વિરામ બાદ અમદાવાદમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજા આજે શહેર પર મહેરબાન થયા છે. બપોરના સમયથી શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ શહેરના સોલા, ગોતા, ઇસ્કોન, સરખેજ સહિતના વિસ્તારોમાં ખાબક્યો હતો. આ ઉપરાંત પાલડી, શાહીબાગ, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા શરૂ થયા હતા.
અમદાવાદ શહેરમા સવારથી જ કાળા ડિંબાગ વાદળ છવાયેલા જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, અમદાવાદમાં આ સિઝનનો અત્યાર સુધી 56 ટકા જ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી માત્ર 17.50 ઈંચ જ વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ સિઝનમાં માત્ર 51.71 ટકા જ વરસાદ વરસ્યો છે. આગામી 24 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.




















