Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના દ્રશ્યો| Gulbai tekara News
Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના LIVE દ્રશ્યો| Gulbai tekara News
અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારના લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું. આ અંગેની માહિતી પોલીસને મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ન્યૂસન્સ ફેલાવવા માટે ના પાડી હતી. ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો. જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થર માર્યો કર્યો હતો. આ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો.




















