Ambalal Patel Heavy Rain Prediction: સૌરાષ્ટ્ર સાવધાન! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Heavy Rain Prediction: સૌરાષ્ટ્ર સાવધાન! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Rain Forecast: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.નોંધનિય છે કે, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે, અંબાલાલે વધુ એક વરસાદી સિસ્ટમ વિશે પણ અનુમાન વ્યક્ત કર્યું છે. 26થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જમાવટ કરશે.આ સિસ્ટમના પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે. અંબાલાલ પટેલના કહવા મુજબ અમદાવાદમાં હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં ફરી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલના



















