Botad Causeway Washout : ઇશ્વરિયાથી લાખણકા ગામને જોડતો કોઝવે ધોવાયો, ગામ સંપર્ક વિહોણું બન્યું
Botad Causeway Washout : ઇશ્વરિયાથી લાખણકા ગામને જોડતો કોઝવે ધોવાયો, ગામ સંપર્ક વિહોણું બન્યું
બોટાદના ગઢડામાં ભારે વરસાદથી કોઝવે તૂટ્યો હતો. ઈશ્વરીયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. ઈશ્વરીયાથી લાખણકા ગામ વચ્ચેનો કોઝવે તૂટ્યો હતો. બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ હતી. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઈ હતી. મૂશળધાર વરસાદથી બોટાદ-ગઢડા રોડ પર ખેતરો તળાવમાં ફેરવાયા હતા. ટાટમ નજીક ખેતરો બેટમાં ફેરવાયા હતા. 24 કલાકમાં ગઢડામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક જોવા મળી રહી હતી.



















