Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
બોટાદના રાણપુરમાં મોટી દુર્ઘટના. કોદવટા ગામ પાસે કોઝવે પરથી પસાર થતી કાર તણાઈ જવાની ઘટના બની, જેમાં બાળક સહિત બે લોકોના મોત નીપજ્યા. બોચાસણથી સાળંગપુર જતા સમયે રવિવારે રાત્રે 11:30 વાગે આ ઘટના બની હતી. આ સમયે કારમાં બીએપીએસના સંત સહિત સાત લોકો સવાર હતા, જેમાં 80 વર્ષીય કૃષ્ણકાંત પંડ્યા અને નવ વર્ષીય પ્રબુદ્ધ કાછીયા નામના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો છે, જો કે BAPSના સ્વામી હજુ પણ લાપતા છે. તેમની શોધખોળ માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે. બોચાસણથી સાળંગપુર જતા સમયે રવિવારે રાત્રે 11:30 વાગે આ ઘટના બની, જેમાં કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું અને સાથે જ એક બાળક સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો.





















