Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ
Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ
અકાસા એર QP 1146 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો પેસેન્જરોએ હોબાળો મચાવ્યો. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જણાવતા પેસેન્જરોએ પિત્તો ગુમાવ્યો અને હાય હાયના નારા લગાવ્યા. મહિલાઓ અને બાળકો પરેશાન થઈને ફ્લાઈટના કર્મચારીઓને બાનમાં લીધા હતા. પેસેન્જરો હજુ એરપોર્ટ પર રઝળપાટ કરી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ, ફ્લાઈટ ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ કેન્સલ થઇ હતી. જેની જાણ પેસેન્જરોને થતા હોબાળો મચાવ્યો હતો.





















