Ahmedabad News: ચોમાસું નજીક હોવા છતા અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન નિંદ્રાધીન
Ahmedabad News: ચોમાસું નજીક હોવા છતા અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન નિંદ્રાધીન. મકરબા વિસ્તારમાં 200 મીટરના અંતરમાં બે બ્રેકડાઉન સર્જાયા. અને એક સપ્તાહ બાદ પણ ભુવાનું સમારકામ કરાયું નથી. ગત સપ્તાહે પડેલા બ્રેકડાઉનની ઘટના બાદ મનપાએ માત્ર બેરીકેટીંગ કરી સંતોષ માન્યો છે. પ્રથમ બ્રેકડાઉનમાં તો રીક્ષાના ચાલક ગરકાવ થયા હતા. જેના બીજા જ દિવસે અન્ય એક બ્રેકડાઉન સર્જાતા AMCએ બંને ભુવાને હાલ કોર્ડન કરી રાખ્યા છે. આ જ સ્થિતિ એસજી હાઇવે ઉપર બની રહેલા ફલાયઓવર બ્રિજના કારણે સર્જાઈ છે. જ્યાં બ્રિજ બનવાના કારણે નેશનલ હાઇવે દ્વારા સર્વિસ રોડ અને મુખ્ય રોડની વચ્ચે એક નવો જ રોડ બનાવવામાં આવ્યો છે. જે અંદાજીત અઢીથી ત્રણ ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં જળબબાકાર થવાની સ્થિતિમાં ચાલુ વર્ષે ચોમાસામાં એસજી હાઇવેના સર્વિસ રોડ અને મુખ્ય માર્ગોની હાલત બગડવાનું નક્કી છે.





















