કોરોના રસીના બે ડોઝ લેનાર ડોક્ટરોની રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત થયો વધારો, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોનાની રસી કોવિશિલ્ડના બે ડોઝ લેનાર ડોક્ટર્સની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો. કોરોના વેક્સીન લીધા બાદ દેશના 100થી વધુ તબીબોએ એંટીબોડી માટેના સર્વે માટે પોતાના સેમ્પલ આપ્યા હતા. જેમાં અમદાવાદની HCG હોસ્પિટલના 12 તબીબોનો પણ સમાવેશ થાય છે. આ તબીબોએ 21 જાન્યુઆરીએ પ્રથમ ડોઝ લીધા બાદ શરીરમાં એંટીબોડીનું પ્રમાણ 58 થયું હતુ.જ્યારે 18 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધા બાદ એંટીબોડીનું પ્રમાણ 91એ પહોંચ્યું. તબીબોમાં જ નહીં સંક્રમિત થયેલા દર્દીઓએ પણ વેક્સીન લીધા બાદ શરીરમાં એંટીબોડીનું પ્રમાણ 400એ પર પહોંચી ગયું. એબીપી અસ્મિતાના સંવાદદાતા કુશાંગ સોનીએ રસી લેનાર HCG હોસ્પિટલના તબીબો સાથે ખાસવાતચીત કરી





















