Duplicate Passport | નકલી પાસપોર્ટથી ઇંગ્લેન્ડમાં રહેતા ગીતાબેન પટેલની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
Duplicate Passport | અમદાવાદ એરપોર્ટ પર પોર્ટુગીઝ દેશના બનાવટી પાસપોર્ટ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે ગેરકાયદેસર રીતે બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાનાર મહિલા આરોપી છેલ્લા નવ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહેતા હતા. આરોપી મહિલાને ઢીંચણ અને અન્ય શારીરિક બીમારી હોવાથી ભારતમાં ઈલાજ કરાવવા આવવાની ફરજ પડી હતી. જોકે જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમનો વિઝા માત્ર બે વર્ષનો હતો તેમ છતાંય વિઝા પૂર્ણ થયા બાદ, તેઓ સાત વર્ષ સુધી ગેરકાયદેસર રીતે ઇંગ્લેન્ડમાં રહેતા હતા. ઇંગ્લેન્ડમાં વિઝા પૂર્ણ થયા બાદ જો તેઓ ભારત આવે તો પકડાઈ જવાનો ડર હતો. જેથી તેમને ભારતમાં પ્રવેશવા માટે નવો કિમિયો અજમાવીને પોર્ટુગીઝ દેશના વિઝા બનાવ્યા હતા. જેની પ્રક્રિયા પણ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી પોર્ટુગીઝ થકી તેઓ ભારતમાં ઈલાજ માટે આવ્યા હતા પરંતુ આ વખતે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ મહિલાના પાસપોર્ટ અંગે શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી અને પોર્ટુગીઝ દેશનો પાસપોર્ટ બનાવટી હોવાની બાબત સામે આવી. જેના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઇ અને આ ફરિયાદની તપાસ SOG ને સોંપવામાં આવી છે. ધરપકડ થનાર મહિલા ગીતાબેન મહેસાણા જિલ્લાના શિયાપુર ગામના રહેવાસી છે. ઝડપાયેલ મહિલા બે વર્ષ પહેલા પણ વાયા દિલ્હી થઈને અમદાવાદ આવ્યા હતા પરંતુ તે વખતે તેઓ ઇમિગ્રેશન વિભાગ ની નજરમાંથી છટકી ગયા હતા પરંતુ આ વખતે તેઓ ઇમિગ્રેશન વિભાગથી બચી ન શક્યા અને ઝડપાઈ ગયા.
ડ