Ahmedabad Robbery: અમદાવાદમાં ફિલ્મી ઢબે લૂંટ, બે લૂંટારુ 65 લાખની લૂંટ કરી ફરાર
અમદાવાદ માં ફરી એકવાર મોટી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે બનેલી ઘટનામાં આંગળી પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમદાવાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી.
મળતી માહિતી મુજબ શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ કરવામાં આવી છે. કર્મચારી રિક્ષામાં હતો, તે સમયે બે એક્ટિવા પર આવેલા બે લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો હોવાની વિગતો સાંપડી છે. લૂંટારાઓ કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપુર એપીએમસીમાંથી રીક્ષામાં બેસી સીજી રોડ પોતાની ઓફિસે જઈ રહ્યો હતો. તે સમયે અલિસબ્રિજ જીમખાના પાસે બ્લેક કલરના એક્ટિવા પર આવેલા બે શક્સોએ અચાનક મરચાની ભૂકી નાખી હતી.