Ahmedabad Corona Case: અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 70 કેસ
Ahmedabad Corona Case: અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 70 કેસ
Ahmedabad Corona Case: ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ચાર વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઉભો કરી દીધો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ હાલ હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
હાલમાં ભારતમાં કોરોના વાયરસ (કૉવિડ-19) ના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,800 થી વધુ થઈ ગઈ છે. આમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ પછી, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી કોવિડ-19 થી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 નવા કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ચેપને કારણે સાત દર્દીઓના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 ને કારણે 51 લોકો મૃત્યુ પામ્યા છે.
મેટ્રો સિટી અમદાવાદમાં હવે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો સતત વધવાની વચ્ચે હવે કોરોના સંક્રમણ રોકવું ખૂબ જરૂરી બન્યું છે. અમદાવાદમાં દરરોજ ડબલ આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાંઆ 70 કેસો સામે આવ્યા છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે. અમદાવાદમાં હવે કોરોના કેસો વધી રહ્યા હોવાની વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્યઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ વધી રહ્યું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ સુરતમાં પણ હવે કોરોના કેસો સતત વધી રહ્યા છે. વાસ્તવમાં સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ ક્રમમાં હવે સુરતના પાલ વિસ્તારમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. પ્રાથમિક વિગતો મુજબ મુંબઇથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી બે દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. આ સાથે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર અપાઇ છે.





















