Ahmedabad News: નરોડા GIDC વિસ્તારમાં લોકો પરેશાન, લોકોના પગના તળિયા થઈ ગયા લાલ
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં લોકોના પગના તળિયા લાલ થયા. બે કિલોમીટર વિસ્તારમાં સોસાયટીના અનેક લોકોના પગના તળિયા લાલ થઈ જતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અને કેટલાક લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો કરી. જેથી જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ કરી. જેમાં નરોડા જીઆઇડીસીની પશુપતિનાથ નામની કલર બનાવતી ફેક્ટરીમાં સ્પ્રે ડ્રાયરમાં કોઈ ખામીના કારણે કલર લીકેજ થયો હોવાનું તારણ કાઢ્યું છે..જેથી બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ ફેક્ટરી બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે.
નરોડા જીઆઇડીસી વિસ્તારના આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સૈનિકોના પગના તળિયા લાલ થયા હતા આજે બીજા દિવસે પણ લોકોના પગ લાલ જોવા મળ્યા બે કિલોમીટર વિસ્તારમાં સોસાયટીના દરેક લોકોના તળિયા લાલ થઈ જવાના બહાર આવતા લોકો એકઠા થઈ ગયા હતા અને કેટલાક લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફ ની ફરિયાદો ઉઠી હતી જ્યારે જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશન એ તપાસ કરી ત્યારે નરોડા જીઆઇડીસી ની પશુપતિનાથ નામની કલર બનાવતી ફેક્ટરીમાં સ્પ્રે ડ્રાયરમાં કોઈ ખામીના કારણે કલર લીકેજ થયો હોવાનું તારણ કાઢ્યું છે જ્યારે નરોડા નો બીજો આદેશ આવે નહીં ત્યાં સુધી આ ફેક્ટરી બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે જે કલર ઊડ્યો તે ચામડી પર ચોંટી જતો હતો દસ દિવસ સુધી ચામડી પર આ કલર રહે છે જેના કારણે ખંજવાળ આવતી હોય છે
















