Ahmedabad Plane Crash update: પ્લેન ક્રેશનની ઘટનાને લઈને ફાયર વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
અમદાવાદમાં બનેલ ભયાવહ પ્લેન ક્રેશની ઘટનામાં ફાયર વિભાગેપોતાનો અંતિમ રિપોર્ટ સુપરત કર્યો છે. ABP અસ્મિતા પાસે ઉપલબ્ધ આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં ફાયર વિભાગે કેટલાક મહત્વના સૂચનો કર્યા છે, જે ભવિષ્યમાં આવી આપત્તિઓનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. રિપોર્ટમાં સરકારી પ્રશાસન વચ્ચે સંકલનનો અભાવ અને ઘટનાસ્થળે ભીડને કાબૂમાં લેવામાં પડેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ અવલોકનો અને સૂચનો
ફાયર વિભાગે પોતાના સાત પાનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઘટના બન્યા બાદ ટોળાને કાબુ કરવામાં અને રેસ્ક્યુ કરવામાં તેમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.
ફાયર વિભાગનું મુખ્ય સૂચન એ છે કે, ઘટના સ્થળે ફક્ત અગ્નિશામક દળ, બચાવ ટીમ, પુરવઠા ટીમ અને ઇમર્જન્સી ટીમને જ પ્રવેશ આપવામાં આવે. એક સાથે અનેક લોકો એકત્ર થતા મોબાઈલ ટાવર જામ થયા હતા, જેના કારણે સંદેશાવ્યવહારમાં મોટી સમસ્યા સર્જાઈ હતી.





















