Gujarat Rain Forecast: વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain Forecast: વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં કચ્છ,બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
6મે મંગળવારના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
7મે બુધવારના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવમાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ક્ચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
8મે ગુરુવારના દિવસે પણ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.





















