Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ
અમદાવાદના ખોખરામાં જેન્તી વકીલની ચાલીમાં અજય મકવાણાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. અજયનો સૂચિત મરાઠીએ પીછો કર્યો હતો . સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી, સિદ્ધ મરાઠી અને પિયુષ મરાઠીએ ખેલ્યો ખુની ખેલ . બંને પક્ષો વચ્ચે તલવાર અને પાઇપ વડે મારામારી થઈ હતી . ખોખરા પોલીસે સમસામે ફરિયાદ નોંધી છે . આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
શાહીબાગમાં એક યુવકની હત્યા. જૂની અદાવતના ઝઘડામાં થઈ હત્યા. 4 આરોપીએ યુવકની કરી હત્યા. અલોક કુસવાહ નામના યુવકની કરાઈ હત્યા. મૃતક અને આરોપી નો અગાઉ શહેર કોટડામાં આમને સામને ઝઘડો કર્યો હતો. બન્ને પક્ષ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ માં યુવક પર હુમલો કરી ને હત્યા કરી. શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.






















