શોધખોળ કરો
ભારત બંધ: આણંદના ગામડી ઓવરબ્રિજ પર કૉંગ્રેસ કાર્યકરોએ કર્યો ચક્કાજામનો પ્રયાસ, પોલીસે કરી અટકાયત
આણંદ: ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના સમર્થનમાં સામરખા ચોકડી નજીક કૉંગ્રેસે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. કૉંગ્રેસના કાર્યકરોએ રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગામડી ઓવરબ્રિજ પર ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શહેર કૉંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.
આગળ જુઓ





















