Anand Rain: આણંદ શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ, જુઓ અહેવાલ
Anand Rain: આણંદ શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ, જુઓ અહેવાલ
આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે . આણંદ શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ, ચિખોદરા તાલુકામાં વરસાદ પડ્યો. આણંદ શહેરના 100 ફૂટ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર ધોધમાર વરસાદ . મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. આણંદના ઉમરેઠ પંથકમાં મુશળધાર વરસાદ . વરસાદથી ઉમરેઠથી નડિયાદને જોડતા હાઈવે પર જળભરાવ. હાઈવે નજીક ઉમરેઠ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો. જળભરાવના કારણે અનેક વાહનો થયા બંધ. સ્કૂલવાન પાણીમાં બંધ થતા વિદ્યાર્થીઓએ માર્યા ધક્કા. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ. જુઓ સંપૂર્ણ અહેવાલ





















