Bhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલા
Bhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલા
ભાવનગરમાં 22 વર્ષીય યુવતીની એકલતાનો લાભ લઈ અડપલા કરતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ફરી એક વખત દીકરી સાથે શારીરિક અડપલાનો બનાવ સામે આવ્યો છે. 22 વર્ષની દીકરી જ્યારે પાણી ભરવા માટે ગઈ હતી એ સમયે તેમની સાથે બળજબરી કરવામાં આવી ત્યારે દીકરી હેવાન શખ્સના ચગુલમાંથી છૂટીને પોતાની ઈજ્જત બચાવી ભાગી હતી. 108 દ્વારા આ 22 વર્ષની દીકરીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વરતેજ પોલીસે ધુધા ચારોલીયા નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ભાવનગરમાં આવા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.














