Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
Bhavnagar Rath Yatra | ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડના બેનરો ચાલુ રથયાત્રામાં પોલીસે ઉતારી લીધા હતા. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ શહેરના સરદાર નગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા જેને લઈ લોકોમાં રોષ. બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચાર ની આગમાં ભડથું થયું છે.
નોંધનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા આગકાંડમાં અનેક માસુમોનો ભોગ લેવાયો હતો. હાલ, આગકાંડમાં તપાસ ચાલી રહી છે તેમજ અનેક લોકો જેલમાં પણ બંધ છે. ત્યારે આજે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં બેનરો લાગ્યા હતા. જોકે, પોલીસની નજર પડતા તે ઉતરાવી લેવાયા હતા.




















