શોધખોળ કરો
ગાંધીનગરમાં વોર્ડ નંબર-9ના કોગ્રેસના ઉમેદવાર સાયકલ પર ફોર્મ ભરવા પહોંચ્યા
ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar municipal corporation Election) ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના વોર્ડ નંબર 9ના ઉમેદવારો સાઇકલ ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પેટ્રોલ - ડીઝલના વધતા ભાવના વિરોધમાં વોર્ડ નંબર 9ના તમામ 4 ઉમેદવારો સાયકલ લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા. વોર્ડ નંબર 9ના ઉમેદવાર ઉર્પલ જોશીએ કહ્યું પેટ્રોલ- ડીઝલના વધતા ભાવથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ અમે વાહનોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીશું.
વડોદરા
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
આગળ જુઓ

















