Gujarat BJP: ભાજપ પ્રભારીની ઓચિંતિ ગુજરાત મુલાકાતથી તર્ક-વિતર્ક
Gujarat BJP: ભાજપ પ્રભારીની ઓચિંતિ ગુજરાત મુલાકાતથી તર્ક-વિતર્ક
ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે લીધી ગુજરાતની મુલાકાત. ગઈકાલે રાત્રે ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભૂપેન્દ્ર યાદવે મુલાકાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વહેલી સવારે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા પરત ફર્યા દિલ્લી. બે દિવસ બાદ પ્રદેશ ભાજપ કાર્યાલયે મહત્વની બેઠક. ગુરૂવારે મળનારી બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને સૂચના. હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ કરશે બેઠક. PM મોદીના જન્મદિવસને લગતા કાર્યક્રમની પણ થશે ચર્ચા. અચાનક ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય વર્તુળો પણ આ અંગે અનેક વાતો થઈ રહી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.





















