Gandhinagar Demolition News: બહિયલમાં ફર્યુ દાદાનું બુલડોઝર, તોફાની તત્વોના ગેરકાયદે દબાણો ધ્વસ્ત
ગાંધીનગરના બહિયલ ગામના ડ્રોન દ્રશ્યોછે. એ જ બહિયલ જ્યાં ત્રીજા નોરતે સોશલ મીડિયા પોસ્ટને લઈને તોફાનીતત્વોએ આતંક મચાવ્યો હતો. પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોમાં આગ ચાંપવાના ગંભીર ગુના બાદ આજે સૂર્યોદયની સાથે જ બહિયલમાં તોફાનીતત્વો સહિત ગેરકાયદે બાંધકામ કરનારના દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ. ગાંધીનગર એસપી સહિત ASP, 7 PI, 13 PSI સહિત 300થી વધુ પોલીસના કાફલાના બંદોબસ્ત સાથે 13 બુલડોઝરની મદદથી 186 જેટલા ગેરકાયદે એકમોને જમીનદોસ્ત કરાયા.. ઉપેન્દ્ર ગોસ્વામી નામના નાગરિકે તો એવો પણ આરોપ લગાવ્યો કે સાડા ત્રણ વિઘા જમીન પર છેલ્લા 14 વર્ષથી મુસ્લિમ સમુદાયના લોકોએ કબજો કર્યો હતો.. જે અંગે ઉપેન્દ્ર ગોસ્વામીએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને અરજી પણ આપી હતી.. બે દિવસ અગાઉ જ તમામ ગેરકાયદે મિલકતધારકોને પ્રશાસન તરફથી નોટિસ ફટકારવામા આવી હતી. બુધવારે સાંજે એ સમય મર્યાદા પૂર્ણ થતા આજે સવારથી જ પ્રશાસનની ટીમે મેગા ડિમોલિશનની કામગીરી કરી.
















