Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ
ગાંધીનગરમાં વરસાદ, પેથાપુર સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ
ગાંધીનગરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે પેથાપુર સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોય તેવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
સવારના સમયે વીજળી ગુલ થઈ જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. અઠવાડિયાનો પહેલો દિવસ સોમવારના દિવસે સવારથી જ બાળકોને શાળાએ જવાનું હોય છે, નોકરી ધંધે જતા લોકોને પણ સવારના સમયે સાદનું વિઘ્ન નળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે, જેના કારણે સવારથી બધી ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, કે પાણી ભરાયા હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા. પણ પેથાપુર સહિતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ અને તેજ પવનના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે સવારથી જ વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે મુશ્કેલી પણ ભોગવવાનો વારો આવ્યો છે.
ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. અમદાવાદમાં તો ધોધમાર વરસાદ પડ્યો, જેની અસર અત્યારે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયું છે.