Kandala Gandhidham Highway Traffic : કંડલા ગાંધીધામ હાઈવે પર 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Kandala Gandhidham Highway Traffic : કંડલા ગાંધીધામ હાઈવે પર 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
કંડલા-ગાંધીધામ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકજામ. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ટ્રાફિકજામ. 2 દિવસ પહેલા પલટી મારેલા કન્ટેનરને હજુ સુધી નથી હટાવાયું. હનુમાન મંદિર પાસે ખાડાના કારણે 3 વાહનો પલટી ગયા હતા. કન્ટેનર ન હટાવતા નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ. કલાકોથી વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા. ત્રણ દિવસથી હાઈવે પર ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન. કેટલાક વાહનચાલકો ગઈકાલે મોડી રાતથી ફસાયા. નેશનલ હાઈવે પર વાહનોની લાગી લાંબી કતાર. અંદાજે 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ. ટ્રાફિકજામથી કંડલા પોર્ટને પણ નુકસાન. બિસ્માર હાઈવે અને ટ્રાફિકજામથી ટ્રાન્સપોર્ટર્સમાં આક્રોશ. કચ્છના 6 ટોલનાકા પર રોજની ચાર કરોડની આવક. કરોડોના ટોલની વસૂલાત છતાં રસ્તાની બિસ્માર હાલત. નેશનલ હાઈવે ઓથોરિટી સામે જબરદસ્ત આક્રોશ. કાલે પોર્ટ પર લોડિંગ અને અનલોડિંગ બધ કરી વિરોધ કરાશે. ગાંધીધામ ટ્રાંસપોર્ટ એસોસિએશન લડી લેડાના મૂડમાં. કચ્છના પ્રવેશદ્વાર સામખળિયાળી ટોલ નાકા પર કાલે ઉગ્ર વિરોધ.



















