Aaj no Muddo: પ્રચંડ પરિશ્રમના પાંચ વર્ષ
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ. પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે તેમણે પાંચ વર્ષ પુર્ણ કર્યા. સી આર પાટીલની ઓળખ પરદા પાછળ કામ કરનારા એ 'પાટીલભાઉ'ની છે,જેમણે ભાજપને રેકૉર્ડ જીત અપાવી.. સી આર પાટીલ પ્રદેશાધ્યક્ષ બન્યા પછી 2022ની વિધાનસભા ચૂંટણીમાં રેકૉર્ડ તોડવાની વાત સતત કહેતા આપણે સાંભળ્યા છે. અને તેમના દ્રઢ નિષ્ચય ,અથાગ પરિશ્રમ અને પ્રચંડ સંકલન શક્તિના કારણે ભાજપે 2022માં ઈતિહાસ રચ્યો. તેમના નિર્ણયોની ટીકા પણ થઈ ,તેમની પસંદગી પર સવાલો પણ ઉઠ્યા. છતાં તેમણે દરેક ઉઠેા સવાલોનો પરિણામ લાવીને જવાબ આપ્યો. 2022 વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી પછી પણ સી આર પાટીલને એક વસવસો રહી ગયો. તેમણે કાર્યકરોની સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું...શું કહ્યું હતું સાંભળીએ..




















