AAJ No Muddo : આજનો મુદ્દો : મહિલાઓમાં વધ્યું દારૂનું દૂષણ?
આ મુદ્દો એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યામાં અલગ અલગ અલગ જગ્યાએથી દારૂની પાર્ટી ઝડપાય છે. જેમાં આજે સુરતના ડુમસમાંથી ઝડપાઈ હતી દારૂ પાર્ટી જેમાં 2 મહિલા સહિત 4 નબીરા ઝડપાયા હતા. હવે આમાં વિગતો મળી રહી છે એ પ્રમાણે ઈન્ટરેસ્ટિંગ અને ચોંકાવનારી વાત એ છે કે આ જે મહિલાઓ છે એમાંથી કોઈ એકના સસરા એ જ પોલીસને ફોન કર્યો હતો કે મારી પુત્રવધૂ દારૂ પાર્ટી કરે છે. અને પછી રેઈડ થઈ. સ્વાભાવિક રીતે જ પરિવારમાં પણ લોકો હેરાન થતા જ હોય...થોડા સમય પહેલા સાણંદમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો હતો જેમાં 13 યુવકો અને 26 યુવતીઓ ઝડપાઈ હતી. હવે આવી પાર્ટીઓમાં પુરુષોની સાથે સાથે મહિલાઓની સંખ્યા પણ સિગ્નિફિકન્ટ હોય છે. જો કે આમા જેન્ડરને લઈ કોઈ ડિસ્ક્રિમિનેશન ના હોય..પણ આપણા ગરવી ગુજરતામાં દારૂની રેલમછેલ જાણે વધી ગઈ છે..અને એમાં પણ જ્યારે મહિલાઓમાં પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળતો હોય એટલે સ્વાભાવિક રીત દુખ થાય અને એટલે આજે આ મુદ્દે ચર્ચા કરવી છે..

















