AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
મોરબીમાં પાટીદાર સમાજે જન ક્રાંતિ સભાનું આયોજન કર્યુ. જેમાં ધારાસભ્યો, રાજકીય અને સામાજીક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. પાટીદાર સંતાનોએ દાંડીયા ક્લાસીસમાં ન જવા કર્યો સંકલ્પ. ગરબા ક્લાસમાં જતી દિકરીઓ સાથે કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે સાવચેતીના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો. મોરબીના સિરામિક ઉદ્યોગકારો, મોરબી પાટીદાર સમાજના આગેવાનો તેમજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનોએ ગરબા ક્લાસીસ બંધ કરવા માટે સંચાલકોને વિનંતી કરી હતી.પણ ગરબા ક્લાસીસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજીક તત્વો દર્શાવી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું. જેથી પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો તમામ આગેવાનોનું કહેવું છે કે ગરબા ક્લાસીસમાં ગમે તેવા ગીતો પર ડાન્સ કરાવે છે. ગમે તેવા સ્ટેપ્સ કરાવે છે. દિકરીઓને ફસાવીને બ્લેકમેલીંગ કરવામાં આવે છે. મોરબીના ધારાસભ્યનું કહેવું છે કે ગરબાનો કોઈ વિરોધન નથી. પાટીદાર સમાજની દિકરીઓને જો ગરબા શીખવા હોય તો તેના માટે મોરબી કન્યા છાત્રાલય ખાતે આપણી સંસ્કૃતિ પ્રમાણેના ગરબા શિખવવામાં આવશે. પણ આ રીતે ગરબાના નામે સમાજની દિકરીઓ સાથે ખરાબ તો નહી જ થવા દઈએ. મનોજ પનારાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું કે પાટીદાર હવે ફરિયાદી નહી આરોપી બનવા પણ તૈયાર છે.


















