Abhay Chudasma: IPS અભય ચુડાસમાએ આપ્યુ રાજીનામું, શું હવે કરશે રાજકારણમાં એન્ટ્રી?
Abhay Chudasma: IPS અભય ચુડાસમાએ આપ્યુ રાજીનામું, શું હવે કરશે રાજકારણમાં એન્ટ્રી?
સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચ ના IPS અધિકારી છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે... અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે... ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે...

















