Amreli news: PGVCLની બેદરકારીથી વૃદ્ધનું મોત થયાનો અમરેલી જિલ્લામાં આરોપ
પીજીવીસીએલની બેદરકારીથી વૃદ્ધનું મોત થયાનો અમરેલી જિલ્લામાં આરોપ. કેનાલપરા ગામમાં ભાવેશ અંટાળાના ખેતરમાં PGVCLનો વીજ વાયર પડતા દેવચંદભાઈ પોલરા નામના વૃદ્ધનું મોત થયાનો પરિવારજનોએ લગાવ્યો આરોપ. વૃદ્ધના મોત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચી જવાબદાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની માગ કરી. ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ દાખલ કરાવવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
રાજ્ય સરકારના વીજળી બોર્ડની ઘોર બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે..નઘરોળ વીજળી બોર્ડના પાપે ચાર દિવસમાં ચાર લોકો મોતને ભેટ્યા, છતાં પ્રશાસનની ઊંઘ નથી ઉડી. જીવતા તાર મોતના તાર બની ગયા. રાજ્યમાં વીજ કરંટ લાગવાથી મોતની અલગ અલગ ચાર ઘટના બની..PGVCLની બેદરકારીથી સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ત્રણના મોત થયા..જ્યારે MGVCLની બેદરકારીથી છોટાઉદેપુરમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો.














