(Source: ECI/ABP News/ABP Majha)
Ambalal Patel Forecast | ગુજરાતમાં 23મી જૂન માટે અંબાલાલ પટેલે કરી નાંખી મોટી આગાહી
રાજ્યમાં ચોમાસું થોડું નબળું પડ્યું હતું. જેના કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે. બાબરામાં આ સમયગાળા દરમિયાન સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના આ વિસ્તારોમાં મેહૂલિયો મન મૂકીને વરસશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના આ વિસ્તારોમાં મેહૂલિયો મન મૂકીને વરસશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.