Anand | ચિખોદરમાં 50થી વધુ નોંધાયા ઝાડા ઊલટીના કેસ, જુઓ વીડિયો
આણંદના વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. જેમાં ચિખોદરાના ધડશાપુરામાં વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે.. જેમાં અંદાજીત 24 લોકો અસરગ્રસ્ત થયા, 6 સારવાર હેઠળ હાલમાં છે... વૃદ્ધ મહિલા અને 14 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થયું છે..
જેને લઈને હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે... હવે 2 ડોકટર સહિત 6 ટિમો ઘ્વારા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.... આ સાથે જ હવેથી 24 કલાક ડોકટરોની ટિમ એમ્બ્યુલન્સ સાથે ખાબકી દેવાઈ છે... સુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે... દૂષિત ખોરાક અથવા દૂષિત પાણી ના કારણે આ પ્રકારના રોગ થતા હોવાનું તબીબોનું અનુમાન છે... ચાર દિવસમાં અંદાજીત 50 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા હોવાની માહિતી સામે આવી છે..




















