Ladani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદન
માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર ગોલમાલનો આરોપ લગાવીને નવા વિવાદને જન્મ આપી દીધો છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો. જે ભ્રષ્ટાચાર ગુજકોમાલોસના ડિરેક્ટરો કરી રહ્યા છે.. ટેલાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય કરીને ગુજકોમાસોના અધિકારી મનમાની કરી રહ્યા છે.. જૂનાગઢ જિલ્લામાં થયેલી મગફળી ખરીદીમાં મોટા ગોલમાલની તપાસ થવી જોઈએ. એબીપી અસ્મિતા સાથે વાત કરતા અરવિંદ લાડાણીએ કહ્યું કે માણાવદરમાં ચાર મંડળીઓ ખરીદી કરી છે. જેમાં ત્રણ મંડળીને બારદાન જ પૂરતા નથી મળતા. બારદાનમાં ગોટાળા થયાનો મારો આરોપ છે.. લાડાણીના આરોપોનો ગુજકોમાસોલના ચેયરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો. કોઈપણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી. બારદાનને કારણે મોડુ થયુ છે જે જવાબદારી ગુજકોમાસોલની નથી. તમામ કેન્દ્ર પર થયેલી ખરીદીની તપાસ કરાશે.. અને ખરીદી કેન્દ્ર ફાળવણીનું કામ કરનાર ગુજકોમાસોલના કર્મચારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરૂદ્ધ એક કરોડનો માનહાનીનો દાવો કરશે. જેથી સાચુ કોણ અને ખોટુ કોણ તે નકોર્ટ નક્કી કરશે. જો કે લાડાણીના જવાબ પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે કહ્યુ કે આરોપોની સત્યતા જોઈને આગળની તપાસ કરાશે.. કોઈપણ વ્યક્તિ આરોપ લગાવે એટલે સરકાર તેને ગંભીરતાથી જ લે છે.. સરકાર પારદર્શી વહિવટ કરે છે..

















