Botad Demolition | બોટાદના બરવાળામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર
Botad Demolition | બરવાળાના શહેરના મુખ્ય હાઇવે પર શરૂ કરાઈ દબાણ હટાવવાની કામગીરી. બરવાળા શહેરના નાવડા રોડ વિસ્તારમાં તંત્રની દબાણ હટાવવાની કામગીરી શરૂ. શહેરની દીવાની અને ફોજદારી કોર્ટ સામે આવેલ ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. 47 જેટલી દુકાનો ને તોડવાની કામગીરી શરૂ. બરવાળા ઈન્ચાર્જ પ્રાંત મામલતદાર અધિકારી સી આર પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને દબાણ હટાવવાની કામગીરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબી મારફતે દબાણ હટાવવાનું શરૂ. વીજ વિભાગ સહિતના વહીવટી તંત્ર સ્થળ પર હાજર. દબાણ હટાવવાની કામગીરી ને લઈ લોકોના ટોળા થયા એકત્ર. મોટા ભાગના દુકાનદારો જાતે જ પોતાના સર સમાન અને કાટમાળ હટાવી રહ્યા છે. શાંતિ પૂર્ણ માહોલ માં થઈ રહી છે દબાણ હટાવવાની કામગીરી.


















