Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વધામણા
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટીને થયો છલોછલ. ચોસામાની ચાલુ સિઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા નીરના વધામણા કર્યા. નાળીયેર અને ચૂંદડી અર્પણ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધામણા કર્યા. ગયા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે જ્યારે આ વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે નર્મદા ડેમ છલોછલ થયો છે..ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી 99 હજાર 159 ક્યુસેક પાણીની સતત આવક થતા પાંચ દરવાજા ખોડીને 60 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.. ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં કૂલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે.. અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બર મહિનામાં 105 કરોડ યુનિટ વિજળીનું ઉત્પાદન થયું છે..




















