OBC Reservation: OBC અનામતને બે ભાગમાં વહેચવા કૉંગ્રેસ ધારાસભ્યની માગ, અમૃત ઠાકોરે PMને લખ્યો પત્ર
કાકરેજના ઘારાસભ્ય અમૃત ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મહત્વની રજૂઆત કરી. તેમણે OBC અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરી છે.
OBC અનામતને બે ભાગમાં વહેચવા કૉંગ્રેસના ધારાસભ્યએ માગ કરી છે. કાકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં રજૂઆત કરી કે, OBC અનામતમાં કેટલીક જ્ઞાતિને મોટો લાભ મળી રહી છે.27 ટકા અનામતમાંથી સમૃદ્ધ જ્ઞાતિઓને સૌથી વધુ 90 ટકાથી વધુનો લાભ મળે છે. અમૃત ઠાકોર અનુસાર, સમૃદ્ધ જ્ઞાતિને વધુ અનામત મળતી હોવાથી ઠાકોર,કોળી,મોચી,વણઝારા જેવી જ્ઞાતિઓ વિકાસથી વંચિત રહી છે...અતિ પછાત જ્ઞાતિને OBCમાં માત્ર એકથી બે ટકા જ લાભ મળે છે. મહારાષ્ટ્ર, ઓડિશામાં આ પ્રકારની વ્યવસ્થા હોવાનો દાવો કરી ધારાસભ્યએ ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવા માગ કરી છે.


















